સૂરહ અલ્ હુમઝહ

    الهمزة

    સૂરહ અલ્ હુમઝહ

    સૂરહ અલ્ હુમઝહ (الهمزة) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૪/૧૧૪, ૯ આયતો. Surah Al-Humazah in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    ૧

    وَيۡلٞ لِّكُلِّ هُمَزَةٖ لُّمَزَةٍ

    ૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે.

    ૨

    ٱلَّذِي جَمَعَ مَالٗا وَعَدَّدَهُۥ

    ૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.

    ૩

    يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

    ૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

    ૪

    كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

    ૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

    ૫

    وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

    ૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?

    ૬

    نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

    ૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

    ૭

    ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

    ૭. જે હૃદયો પર ચઢતી જશે.

    ૮

    إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةٞ

    ૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

    ૯

    فِي عَمَدٖ مُّمَدَّدَةِۭ

    ૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)

    અલ્ હુમઝહ

    Play