وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ
૧. અંજીર અને જેતૂનની કસમ!
التين
સૂરહ અત્ તીન (التين) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૯૫/૧૧૪, ૮ આયતો. Surah At-Tin in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
وَٱلتِّينِ وَٱلزَّيۡتُونِ
૧. અંજીર અને જેતૂનની કસમ!
وَطُورِ سِينِينَ
૨. અને તૂરે સૈનાની કસમ!
وَهَٰذَا ٱلۡبَلَدِ ٱلۡأَمِينِ
૩. અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.
لَقَدۡ خَلَقۡنَا ٱلۡإِنسَٰنَ فِيٓ أَحۡسَنِ تَقۡوِيمٖ
૪. નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.
ثُمَّ رَدَدۡنَٰهُ أَسۡفَلَ سَٰفِلِينَ
૫. પછી તેને નીચામાં નીચો કરી દીધો.
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمۡ أَجۡرٌ غَيۡرُ مَمۡنُونٖ
૬. પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.
فَمَا يُكَذِّبُكَ بَعۡدُ بِٱلدِّينِ
૭. બસ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.
أَلَيۡسَ ٱللَّهُ بِأَحۡكَمِ ٱلۡحَٰكِمِينَ
૮. શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?
અત્ તીન
Play