સૂરહ અઝ્ ઝોહા

    الضحى

    સૂરહ અઝ્ ઝોહા

    સૂરહ અઝ્ ઝોહા (الضحى) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૯૩/૧૧૪, ૧૧ આયતો. Surah Ad-Duhaa in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    ૧

    وَٱلضُّحَىٰ

    ૧. ચાશ્તના સમયની કસમ!

    ૨

    وَٱلَّيۡلِ إِذَا سَجَىٰ

    ૨. અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય.

    ૩

    مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ

    ૩. ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે.

    ૪

    وَلَلۡأٓخِرَةُ خَيۡرٞ لَّكَ مِنَ ٱلۡأُولَىٰ

    ૪. અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે.

    ૫

    وَلَسَوۡفَ يُعۡطِيكَ رَبُّكَ فَتَرۡضَىٰٓ

    ૫. તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો.

    ૬

    أَلَمۡ يَجِدۡكَ يَتِيمٗا فَـَٔاوَىٰ

    ૬. શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું?

    ૭

    وَوَجَدَكَ ضَآلّٗا فَهَدَىٰ

    ૭. અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.

    ૮

    وَوَجَدَكَ عَآئِلٗا فَأَغۡنَىٰ

    ૮. અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા?

    ૯

    فَأَمَّا ٱلۡيَتِيمَ فَلَا تَقۡهَرۡ

    ૯. બસ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો.

    ૧૦

    وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنۡهَرۡ

    ૧૦. અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો.

    ૧૧

    وَأَمَّا بِنِعۡمَةِ رَبِّكَ فَحَدِّثۡ

    ૧૧. અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.

    અઝ્ ઝોહા

    Play