أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
التكاثر
સૂરહ અત્ તકાષુર (التكاثر) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧૦૨/૧૧૪, ૮ આયતો. Surah At-Takathur in Gujarati.
ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs
أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
حَتَّىٰ زُرۡتُمُ ٱلۡمَقَابِرَ
૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
ثُمَّ كَلَّا سَوۡفَ تَعۡلَمُونَ
૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.
كَلَّا لَوۡ تَعۡلَمُونَ عِلۡمَ ٱلۡيَقِينِ
૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.
لَتَرَوُنَّ ٱلۡجَحِيمَ
૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.
ثُمَّ لَتَرَوُنَّهَا عَيۡنَ ٱلۡيَقِينِ
૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
ثُمَّ لَتُسۡـَٔلُنَّ يَوۡمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.
અત્ તકાષુર
Play