સૂરહ અઝ્ ઝલ્ઝલા

    الزلزلة

    સૂરહ અઝ્ ઝલ્ઝલા

    સૂરહ અઝ્ ઝલ્ઝલા (الزلزلة) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૯૯/૧૧૪, ૮ આયતો. Surah Az-Zalzalah in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا

    ૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

    وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا

    ૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

    وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا

    ૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?

    يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا

    ૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

    بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا

    ૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.

    يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ

    ૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

    فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ

    ૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

    وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ

    ૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.

    અઝ્ ઝલ્ઝલા

    Play