સૂરહ અલ્ ફાતિહા

    الفاتحة

    સૂરહ અલ્ ફાતિહા

    સૂરહ અલ્ ફાતિહા (الفاتحة) — વાંચો અને સાંભળો. કુરાન શરીફ, સૂરહ ૧/૧૧૪, ૭ આયતો. Surah Al-Fatihah in Gujarati.

    ગુજરાતીમાં કુરાન · all 114 સૂરહs

    ૧

    بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

    ૧. અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

    ૨

    ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

    ૨. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે.

    ૩

    ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

    ૩. (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).

    ૪

    مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ

    ૪. બદલાના દિવસ (કયામત) નો માલિક છે.

    ૫

    إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ

    ૫. અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.

    ૬

    ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ

    ૬. અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.

    ૭

    صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ

    ૭. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે.

    અલ્ ફાતિહા

    Play